પરિવારની ફરિયાદ બાદ પહોંચેલી પોલીસ ટીમ સામે યુવકે આત્મઘાતી પ્રયાસ કર્યો, જવાનોની સમયસર પ્રાથમિક સારવારથી મોટી અનિચ્છનીય ઘટના ટળી

રાધનપુર તાલુકા ના મહેમદાબાદ ગામે પરિવારના સભ્યને મદદની જરૂર હોવાની જાણ થતાં ૧૧૨ જનરક્ષક ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરમિયાન યુવકે પોતાના હાથ પર ધારદાર વસ્તુથી ઈજા કરી આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કરતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી.

મળતી વિગતો મુજબ, રામસંગભાઈએ તેમના પુત્ર બાબુભાઈ રામસંગભાઈના વર્તન અંગે ૧૧૨ ઈમરજન્સી સેવામાં જાણ કરી હતી. કોલ મળતા જ જનરક્ષક ટીમે કોઈ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ જવાનો સ્થળ પર પહોંચ્યા તે દરમિયાન બાબુભાઈએ પોતાના જમણા હાથ પર ધારદાર હથિયારથી ઈજા પહોંચાડી હતી. ગંભીર ઈજાના કારણે તેમના હાથમાંથી ભારે પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું.

પરિસ્થિતિની ગંભીરતા સમજી ૧૧૨ જનરક્ષક ટીમના ઈનચાર્જ હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ ભરવાડ, કોન્સ્ટેબલ મહાદેવભાઈ આહીર અને ડ્રાઈવર કુલદીપભાઈએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે પોલીસ જવાનોએ તાત્કાલિક પગલાં લઈ સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. સમયસર કરવામાં આવેલી આ કામગીરીથી વધુ લોહી વહી જતું અટકાવવામાં મદદ મળી અને યુવકને ગંભીર પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં આવ્યો હતો.

 

ત્યારબાદ યુવકને વધુ સારવાર માટે તબીબી મદદ મળી હતી. ૧૧૨ જનરક્ષક ટીમની સતર્કતા, ઝડપી નિર્ણય અને માનવતાભરી કામગીરીના કારણે ગંભીર પરિસ્થિતિમાં યુવકનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવાઈ હતી.

પોલીસની આ ત્વરિત કામગીરીની સ્થાનિક લોકો અને ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાએ ઈમરજન્સી સમયે ૧૧૨ સેવા અને પોલીસની તાત્કાલિક મદદ કેટલી મહત્વપૂર્ણ બની શકે છે તે પણ દર્શાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!