રૂ.17 હજારનો દંડ વસૂલ્યો, 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત સિદ્ધપુર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૦૧/૧૦/૨૦૨૬ના રોજ ચીફ ઓફિસર શ્રી કૃપેશકુમાર પટેલના નેતૃત્વ હેઠળ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સહરભાઈ દેસાઈ તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં જાહેર સ્થળોએ ગંદકી કરતા તેમજ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા વિવિધ 14 એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ એકમો પાસેથી કુલ રૂ.17,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ કાર્યવાહી હાથ ધરી અંદાજે 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા સંબંધિત એકમોને શહેરની સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ ગંદકી ન કરવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. સ્વચ્છતા નિયમોનો ભંગ કરનાર સામે આગામી દિવસોમાં પણ નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ નગરપાલિકા દ્વારા જણાવાયું છે.

સ્વચ્છ અને સુંદર સિદ્ધપુરના નિર્માણ માટે નગરજનો તથા વેપારીઓ સહિત સૌને નગરપાલિકાના સ્વચ્છતા નિયમોનું પાલન કરી શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!