ભચાઉ તાલુકાના કકરવા–ખારોઈ રોડ પર ડમ્પર અને બોલેરો વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોનાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી ક્યારે?

કચ્છમાં ભારે વાહનોની અવરજવર અને ઓવરલોડિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ફરી ઊઠી છે. અકસ્માતની આ ઘટનાને પગલે આરટીઓ વિભાગ સહિત જવાબદાર તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે.

ભચાઉના પ્રાંત અધિકારી અભિષેક તલે લીધી ઘાયલોની મુલાકાત

ઘટનાની જાણ થતાં ભચાઉના પ્રાંત અધિકારી અભિષેક તલે હોસ્પિટલ ખાતે પહોંચીને ઘાયલોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આખરે માર્ગ અકસ્માતો અટકાવવા તંત્ર ક્યારે કડક પગલાં લેશે?

ભારે વાહનોની નિયમિત તપાસ, ઓવરલોડિંગ સામે કાર્યવાહી અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય તે જરૂરી છે. અકસ્માતની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારી નક્કી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા અસરકારક પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે.

અકસ્માતમાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

The Gujarat Live News રીપોર્ટ મન્દીપ સિહ્ જાડેજા ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!