સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માનિત કરાયા, ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને સરળ સ્વભાવને સૌએ બિરદાવ્યા
![]()
![]()
![]()
![]()
પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI શ્રી એ.પી. જાડેજા સાહેબની સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં સમી પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ તથા ગ્રામજનો દ્વારા જાડેજા સાહેબને ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માનભેર વિદાય આપવામાં આવી હતી.
સમી પોલીસ સ્ટેશન ખાતે ફરજ દરમિયાન PSI એ.પી. જાડેજા સાહેબના સરળ સ્વભાવ, કાર્યશૈલી અને કામગીરીની પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ ગ્રામજનો દ્વારા તેમના કાર્યકાળને યાદ કરી લાગણીસભર વાતાવરણમાં વિદાય આપવામાં આવી હતી.
વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત સૌએ જાડેજા સાહેબને સારા સ્વાસ્થ્ય, ઉજ્જવળ ભવિષ્ય અને નવી ફરજમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી.
સમી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ આ વિદાય સમારંભમાં પોલીસ સ્ટાફ અને ગ્રામજનોનો સ્નેહ તથા આદર જોવા મળ્યો હતો. PSI એ.પી. જાડેજા સાહેબની સેવાઓને યાદ કરતા સૌએ તેમને ભાવભીની વિદાય આપી હતી.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

