પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામમાં પાણી ભરાવને કારણે દુઃખદ ઘટના બની છે.
ગામના રહીશ સિપાઈ ગનીભાઈની દીકરી સૌમયાબેન (ઉંમર 14 વર્ષ) આજે બપોરે ઘરથી થોડા અંતરે ભરાયેલા પાણીમાં પગ લપસી જતા ખાડામાં પડી ગઈ હતી.
પરિવારે તરત જ સૌમયાબેનને વારાહી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
પરંતુ તબીબોએ તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી.
ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ વારસાને સોંપવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં વારાહી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક તંત્ર દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે કે તળાવો, નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં અવિવેકપૂર્વક ન જવું, છતાં પણ લોકો બેદરકારી દાખવે છે, જેના કારણે આવા દુઃખદ બનાવો બનતા રહે છે.
આ દુર્ઘટનાએ સમગ્ર જારુસા ગામમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
The Gujarat Live News
