બોટાદ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ જેવીકે, એપીએમસી-બોટાદ, જિલ્લા સહકારી સંઘ લી., બોટાદ મર્કન્ટાઈલ બેન્ક, મહિલા શરાફી મંડળી અને દૂધ સંઘ દ્વારા આપણાં દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનાં શુભ પ્રસંગે શુભકામના સાથે આભાર વ્યક્ત કરવા સારું “નમો પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધર્યું હતું.

જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સહકારિતા વિભાગ અલગ કરવામાં આવ્યો અને તે વિભાગ સહકાર ક્ષેત્રના ખુબજ અનુભવી એવા અમિત શાહને સોંપવામાં આવ્યો જેથી ખૂબ પરિવર્તન આવ્યું છે તથા તેમનું સૂત્ર ‘સહકારથી સમૃધ્ધિ” ને સાકાર કરવા સહકારી ક્ષેત્રમાં તમામ પ્રયાસો કરી રહ્યા છે. જેમાં મંડળીમાં જોડાયેલા ખેડૂતોને ધિરાણ 0% વ્યાજ સહાય, cscની સુવિધા, જનઔષધિકેન્દ્ર, pmksk, પ્રાકૃતિક ખેતીનાં લાભો, ટેકાના ભાવે MSP, કિસાન સન્માન નિધિ, vocal for local દ્વારા વિદેશીથી દૂધની પ્રોડક્ટ આવતી અટકાવી વગેરે બાબતોને બિરદાવવામાં આવી હતી. તેમજ જે તે જિલ્લાની સહકારી બેંકોમાંએકાઉન્ટ ખોલાવવામા આવેલ જેથી બેકોની થાપણો થી લઈ તમામ પ્રકારે સધ્ધરતા જવા મળી રહી છે દૂધ ઉત્પાદકો ને માઈકો એ.ટી.એમ આપવામાં આવેલ જેથી ઓનલાઈન ખાતામાંથી રોકડ મેળવી શકે છે. અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો પણ આપણા દીર્ઘ દ્રષ્ટા વડપ્રધાન દ્વારા ખેડૂતો તથા પશુપાલકોને આ ટેરિફ થી અલગ રાખવામાં આવ્યા જેથી લાખો ખેડૂતો તથા પશુપાલકોને ફાયદો થયો છે. આમ, “સહકાર થી સમૃધ્ધિ” સૂત્રને સાર્થક કરી બતાવ્યુ છે.
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
