સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાઓને ગરબાન તાલે ઝૂમાવ્યા હતા. સુરત પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા કર્યા હતા. જ્યારે મહિલા ડીસીપી સહિતના પણ ગરબે રમ્યા હતા. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી હતી. મહિલા અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા
ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રિ નવરાત્રીમાં ઐશ્વર્યા મજમુદારની એન્ટ્રી થતા જ હાજર સૌ કોઈ ખેલૈયાઓમાં જોશ આવી ગયો હતો. પોલીસ પરિવાર માટે યોજાયેલી આ પ્રિ નવરાત્રીમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબા પણ કર્યા હતા. મહિલા અધિકારીઓ જે સતત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા.પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ ડીસીપી ભક્તિબા ડાભી, ડીસીપી કાકન દેસાઈ, સુરત પોલીસ કમિશ્નરના પત્ની અને મહિલા પીઆઇ સહિતનાએ ઐશ્વર્યા મજમુદારના ગરબાન તાલે રમઝટ બોલાવી હતી. આ સાથે મહિલાઓની સુરક્ષામાં માટે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી હતી. આ સાથે કેટલાક કથિત ટપોરીઓને પકડી સુરક્ષાના પાઠ પણ ભણાવ્યા હતા. રાત્રી બીફોર નવરાત્રીનું
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 22 તારીખથી મા શક્તિના જે આરાધનાનો પર્વ આવી રહ્યા છે ત્યારે સમગ્ર પોલીસ ટીમ બંદોબસ્તમાં તૈયારી કરી રહી છે, બંદોબસ્તમાં લાગી જવાના છે. 1000 જેટલા ગરબાના આયોજન શહેરમાં છે નાના-મોટા, એ સારી રીતે થાય એના વ્યવસ્થામાં જોડાઈ જવાના છે. ત્યારે આજે જે એક એવા આયોજન કરવામાં આવ્યા છે જેમાં અમારા પોલીસ પરિવારના લોકોના નવરાત્રી પહેલાં, રાત્રી બીફોર નવરાત્રી તરીકે ગરબાના આયોજન કરવાના એક તક મળી છે. આ બધા અમારા પોલીસ પરિવાર, અમારા કોન્સ્ટેબલ, અમારા જે પણ અધિકારીઓ છે, બધા લોકોના પરિવાર સાથે ગરબા રમી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી બંદોબસ્તમાં લાગી જવાના છીએ. અમે બધાને અપીલ કરીએ છીએ કે આપ ગરબા રમો ખૂબ સારી રીતે, ખૂબ એન્જોય કરો, પણ કોઈ અપના સાથે મિત્રોને કોઈ તકલીફ નહીં પડે અને ખાસ કરીને જ્યારે આપ ગરબા પૂરા થઈ જાય અને ઘરે જાઓ છો તો ગાડી બહુ ઝડપથી નહીં ચલાવતા, ધીમે-ધીમે ઘરે જાઓ. આપ સુરક્ષિત રહો, સેફ રહો, પોલીસને સહકાર આપતા રહો, એવી બધાને વિનંતી કરીએ છીએ.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!