સરહદી વિસ્તાર સાંતલપુર હંમેશા જ તંત્ર માટે સંવેદનશીલ ગણાય છે.

અહીં ક્યારેક કુદરતી આફતો તો ક્યારેક સરહદી પરિસ્થિતિઓને કારણે લોકજીવન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે.

આવી કપરા સંજોગોમાં સામાજિક આગેવાનો અને કાર્યકરોનો સહયોગ તંત્ર માટે એક આશીર્વાદ સાબિત થાય છે.

તાજેતરમાં એવી જ સેવાભાવનાની અનોખી કદરણીય ઝાંખી પરમ મિત્ર વિરામભાઈ આહીરે આપી હતી.

વિરામભાઈ આહીરે “ઓપરેશન સિંદૂર” દરમ્યાન સ્થાનિક સ્તરે લોકો સુધી જરૂરી સહાય પહોંચાડવામાં તંત્રને ખભા સાથે ખભો મળી સહયોગ આપ્યો હતો.

માત્ર એટલું જ નહીં, થોડા સમય પહેલાં સાંતલપુર તાલુકામાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે તેઓ દિવસ-રાત અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહી પ્રજાજનોની ખડેપગે સેવા કરતા જોવા મળ્યા હતા.

પૂરથી પીડિત લોકોને સલામત સ્થળે પહોંચાડવા, રાહત સામગ્રી વહેંચવા, ગામડાં સુધી આવશ્યક જરૂરિયાતો પૂરી પાડવા અને તંત્રને સંકલન પૂરું પાડવા જેવી કામગીરીમાં વિરામભાઈએ અગત્યની ભૂમિકા ભજવી હતી.

આ સેવાકાર્યની કદરરૂપે ભુજ સ્થિત બોર્ડર રેન્જના એમ.આઈ.જી.પી.સા.શ્રી દ્વારા વિરામભાઈ આહીરને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

સરકારી સ્તરે મળેલા આ સન્માનથી સાંતલપુર વિસ્તારનો ગૌરવ વધ્યો છે.

સ્થાનિક આગેવાનો તથા પ્રજાજનો દ્વારા પણ વિરામભાઈના આ કાર્યની ભારે પ્રશંસા કરવામાં આવી છે.

લોકોનું કહેવું છે કે વિરામભાઈ જેવા સેવાભાવી આગેવાનોની હાજરીથી સરહદી વિસ્તારમાં હંમેશા માનવીય સેવા જીવંત રહે છે.

ભવિષ્યમાં પણ વિરામભાઈ એ જ ઉમંગ અને સમર્પણ સાથે પ્રજાજનોની સેવામાં અગ્રેસર રહે એવી શુભકામનાઓ સાથે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!