આજ તા. 24-09-2025 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ઊંઝા શહેરમાં BRC ભવનની બાજુમાં આંગણવાડીમાં જતા અતિ કુપોષિત બાળકોને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે ઊંઝા ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ, ઊંઝા શહેર ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ રાવળ, મહામંત્રીશ્રી જતીનભાઈ પટેલ,નરેશભાઈ પરમાર, પીન્ટુભાઇ નટરાજ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, મહિલા મોરચાના કાર્યકર્તાઓ તેમજ અન્ય સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
