વાહનચાલકોએ તા.૦૯/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૧૧/૨૦૨૫ સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણાના જા. નં.જા.પ્ર/SRPDN/SD-2/૫૪૪/ સમે ૨૦૨૫ તા.૦૬/૦૯/૨૦૨૫થી રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા રસ્તા (SH-55) પર ગામ-ગોચનાદ, તા.સમી. જી પાટણ પાસે કિ.મી. ૬/૫પર પર આવેલ બનાસ નદી ઉપરનો હયાત બ્રિજને ધ્યાને રાખતાં આગામી સમયમાં કોઈ અનઈચ્છનીય બનાવ ન બને તે હેતુથી તકેદારીના ભાગ રૂપે ૧.૮ મીટરની ઊંચાઈ વાળા તથા 3 MT વજન સુધીની LMV ને બીજ પરથી પસાર થવા મંજુરી આપીને, ભારે વાહનોના ટ્રાફીકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી, નીચે મુજબના અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન આપવા માટે જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.

સબબ, રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા રસ્તા (SH-55) પર ગામ-ગોચનાદ, તા.સમી, જી.પાટણ પાસે કિ.મી. ૬/૫૫ર પર આવેલ બનાસ નદી ઉપરનો હયાત બ્રિજ ઘણો જૂનો હોઈ, બ્રિજ પરના ભારે વાહનોના ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવાની માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાય છે.

જે અન્વયે શ્રી તુષાર ભટ્ટ (IAS) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ – ૩૩(૧)(ખ) થી મળેલ સત્તાની રૂએ તા.૦૯/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૧૧/૨૦૨૫ સુધી નીચેના જાહેર રસ્તાનો ઉપયોગ કરવા આદેશ ફરમાવવામાં આવે છે.

રાધનપુર થી પાટણ આવવા /જવા માટે (મોટા/ભારે વાહનો માટે) વૈકલ્પિક રૂટ – રાધનપુર-સીનાડ-દુનાવાડા-પાટણ

રાધનપુરથી હારીજ આવવા / જવા માટે (મોટા/ભારે વાહનો માટે) વૈકલ્પિક રૂટ – રાધનપુર-સીનાડ-ઉન-થરા- ટોટાના-રોડા-વેજાવાળા-હારીજ

રાધનપુરથી હારીજ આવવા / જવા માટે (મોટા ભારે વાહનો માટે) વૈકલ્પિક રુટ – રાધનપુર-સીનાડ-દાદર-જશવંતપુરા-બોરતવાડા-હારીજ

રાધનપુરથી સમી આવવા / જવા માટે (મોટા/ભારે વાહનો માટે) વૈકલ્પિક રૂટ – રાધનપુર-સીનાડ-દાદર-સમી

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવા ઈસમ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ – ૧૩૧ અને ભારતીય ન્યાયસંહિતા- ૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!