છેલ્લા 9 મહિનાથી વિવાદમાં અટવાયેલ ઊંઝા apmc ચેરમેન પદ માટે આજ 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ હતી,

જેમાં ગત ટર્મના અનુભવી અને સતત લોકસંપર્કમાં રહેલ શ્રી દિનેશભાઇ અમથારામદાસ પટેલની સર્વાનુમતે ચેરમેન પદે નિમણુંક થતા ટેકેદારોએ ફટાકડા ફોડી આકાશ ગજવી મૂક્યું હતું.
વેપારી અને ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વાઇસ ચેરમેન પદે વિષ્ણુભાઈ પટેલ નક્કી થયા હતા.
દિનેશભાઇ એ સૌ સમર્થકોનો આભાર માન્યો હતો.
હાજર સૌએ તેમને અભિનંદથી વધાવી લીધા હતા.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
