
– આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા 5 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા
– આરોપીની બેંક ખાતામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 1.34 કરોડના વ્યવહારો મળી આવ્યાં : વિદેશી સંસ્થાઓ સાથેના કનેક્શન મામલે પોલીસ તપાસનો ધમધમાટ
નડિયાદ : નડિયાદમાં ‘રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ટ્રસ્ટ’ નામની સંસ્થાના નેજા હેઠળ ચાલતા ગેરકાયદેસર ધર્માતરણના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. હિન્દૂ ધર્મ સેનાના અધ્યક્ષની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચમ પોલીસે આરોપી સ્ટિવન મેકવાન વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ર્ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપીની ૨૮/૦૯/૨૦૨૫ના રોજ ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા ૦૫/૧૦/૨૦૨૫ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે અને જે દરમિયાન સ્ફોટક વિગતો સામે આવવાની સંભાવના છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/police-investigate-nadiad-conversion-racket-case-on-suspicion-of-international-funding-network |
