નવરાત્રીના નવદિવસ દરમિયાન લોકો માતાજીનો પૂજા પાઠ હવન પડલી થકી આરાધના કરતાં હોય છે ત્યારે ભાભરમાં આવેલ દિયોદર ત્રણ રસ્તાની બાજુમાં તેમજ થરા ત્રણ રસ્તા નાગણેશ્વરી માતાજીના મંદિરે આજે આઠમના રોજ પૂજા હવન યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ભાભર જુના નવા તેમજ કપરૂપુર,કારેલાના દરબાર સમાજના યુવાનો વડીલો તેમજ સગાંસંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીના દર્શન હવન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.આજે આઠમના રોજ દરબાર સમાજના યુવાનો એ ધંધા રોજગાર બંધ પાળ્યાં હતા અને માતાજીની સેવામાં ખડેપગે ઉભા રહેલ આમ ભાભરમાં નાગણેશ્વરી માતાજીનો હવન ધામધૂમથી યોજાયો હતો..
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
