આજથી દિવાળીના પાવન તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે ધનતેરસના શુભ દિવસની શરૂઆત થઈ છે. આ દિવસને સોના-ચાંદીની ખરીદી માટે અતિ શુભ માનવામાં આવતો હોવાથી વહેલી સવારથી જ જ્વેલર્સના શોરૂમ અને દિવાળીની ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આજે ધનતેરસ છે ત્યારે આ દિવસે લોકો સોનું, ચાંદી, વાસણો અથવા અન્ય કિંમતી વસ્તુઓ ખરીદે છે કારણ કે તેને શુભ રોકાણ અને લક્ષ્મી કૃપાનો દિવસ માનવામાં આવે છે. એક દિવસ પહેલા 17 ઓક્ટોબરે સોનું-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં લગભગ 4,000 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. ધનતેરસ કેમ ઉજવાય છે?
ધાર્મિક માન્યતા મુજબ ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. તેઓ આયુર્વેદ અને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. આ જ દિવસે દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા હતા. તેથી આ દિવસે ખરીદીને માત્ર આર્થિક વ્યવહાર નહીં, પરંતુ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવાનું માધ્યમ માનવામાં આવે છે. લોકો માને છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ ઘરમાં સ્થાયી સમૃદ્ધિ અને શુભ ઉર્જા લાવે છે.