કરબલાના શહીદોની કુરબાનીને યાદ કરીને માનવસેવાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી દેશલપર ગુંતલી ખાતે આલા હઝરત યુવા ગ્રુપ દ્વારા 10 દિવસીય નિઃશુલ્ક શરબત વિતરણની શરૂઆત કરવામાં આવી. આજથી આગામી 10 દિવસ સુધી રોજ ગામના રાહદારીઓ, ગ્રામજનો અને બાળકોને ઠંડા સરબતની સેવા આપવામાં આવશે.

યુવા ગ્રુપના સભ્યોએ ગામના ચોક-ચૌરાહે ઉભા રહીને સૌને પ્રેમથી શરબત પીવડાવ્યું. કાળઝાળ ગરમીમાં ઠંડા શરબતની એક ચુસ્કીએ લોકોના ચહેરા પર રાહત લાવી દીધી. ખાસ કરીને બાળકો તો ઉત્સાહથી લાઈનમાં ઉભા રહીને વારાફરતી શરબત પીતા નજરે પડ્યા.

આલા હઝરત યુવા ગ્રુપના સભ્યોનું કહેવું છે કે કરબલાની ઘટના આપણને માનવતા, ત્યાગ અને ભાઈચારાનો પાઠ ભણાવે છે. એ જ સંદેશને જીવંત રાખવા માટે આ નાનકડી પહેલ હાથ ધરવામાં આવી છે. દસ દિવસ સુધી અવિરત સેવા ચાલુ રહેશે.

ગામના આગેવાનો અને વડીલોએ યુવાનોના આ સેવાકાર્યને દાદ આપી. ગ્રામજનોએ જણાવ્યું કે સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવના વધારતા આવા કાર્યક્રમો સૌ માટે પ્રેરણારૂપ છે. ગરમીમાં કોઈ તરસ્યું ન રહે એવો યુવાનોનો પ્રયાસ ખરેખર વખાણવા લાયક છે.

The Gujarat Live News અહેવાલ: વિપુલભાઈ ચૌધરી રાધનપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!