થરાદના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે મહિલા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મહાવીર ગ્રુપ થરાદ અને લાયન્સ ક્લબ ઓફ થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. ચૌહાણે અધ્યક્ષતા કરી હતી અને વિદ્યાર્થિનીઓને સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પીએસઆઈ ડી.કે. ચૌહાણે બહેનોની સુરક્ષા માટે પોલીસની ટીમો કેવી રીતે કાર્ય કરે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને પોતાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તે વિશે સમજાવ્યું હતું. આ ઉપરાંત, ૧૮૧ અભયમ ટીમની કાર્યપદ્ધતિઅને બહેનો પોતાની સુરક્ષા માટે મોબાઈલનો સદુપયોગ કેવી રીતે કરી શકે તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.

કાર્યક્રમનો શુભારંભ શાબ્દિક સ્વાગત અને પરિચયથી થયો હતો. ત્યારબાદ લાયન્સ ક્લબના પ્રમુખ અને મહાવીર ગ્રુપના પ્રમુખે ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમના સમાપ્તિ બાદ તમામ ઉપસ્થિત બહેનોને પેનની ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે લાયન ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડૉ. રિતેશભાઈ પ્રજાપતિ, લાયન્સ ક્લબના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, મહાવીર ગ્રુપ થરાદના પ્રમુખ રાજેશભાઈ જોષી, યુવા પ્રમુખ અરવિંદભાઈ પુરોહિત, કિરણભાઈ રબારી, જગદીશભાઈ જોષી, અનોપસિંહ ચૌહાણસહિત સમગ્ર ટીમ, પીએસઆઈ ડી.કે. ચૌહાણ, ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર બિનલબેન, હેડ કોન્સ્ટેબલ ખેમીબેન, સી ટીમની બહેનો, કેજીબીવી વોર્ડન સોનલબેન, આનંદ ક્લિનિકના ડૉ. નવીનભાઈ ચૌધરી અને ચંદ્રિકાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

The Gujarat Live News અહેવાલ વિપુલ ચૌધરી રાધનપુર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!