વાહન અથડાવવા જેવી નજીવી બાબતે દિવાળીનું પર્વ રક્તરંજિત બન્યું : બંને પક્ષના કુલ 3 ઘાયલઃ 2 ભાઇની હત્યા કરનાર 4 આરોપીઓ સકંજામાં

રાજકોટ, : રાજકોટમાં દિવાળીનું પર્વ રક્તરંજીત બન્યું છે. ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર વિસ્તારમાં ગઇકાલે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે બે પક્ષ વચ્ચે ખેલાયેલી લોહીની હોળીમાં બે સગાભાઈ અને સામા પક્ષે એક આરોપીનું મોત નીપજ્યું હતું. ટ્રીપલ મર્ડરની આ ઘટના બાદ સ્થળ પર પોલીસના ધાડેધાડાં ઉતારી દેવાયા હતાં. બીજી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં જડબેસલાક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બંને મૃતક ભાઈઓનાં પરિવારજનોએ કેટલીક માગણીઓ મૂકી મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દેતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

 

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/bloody-holi-on-diwali-in-rajkot-3-people-including-2-brothers-killed
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!