ગત 17 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં જીતુ વાઘાણીને કેબિનેટ કક્ષાના કૃષિ અને પશુપાલન મંત્રી બનાવવામાં આવ્યો છે. ફરીવાર મંત્રી બનતા ભાવનગર શહેરની નારી ચોકડી ખાતેથી રેલી યોજવામાં આવી હતી. નારી ચોકડી ખાતે સંતો-મહંતો દ્વારા જીતુભાઈ વાઘાણીનું શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરાયું હતું. આ રેલીમાં રેલીમાં બાઈક, ટ્રેક્ટરો, ઘોડા, 500થી વધુ કાર જોડાઈ હતી. નારી ચોકડી ખાતે સંતો દ્વારા ફુલહાર અને પાઘડી પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યા બાદ બળદગાડામાં જીતુ વાઘાણીની રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને આ દરમિયાન કૃષિ મંત્રીએ ટ્રેક્ટર ચલાવ્યું હતું. વાઘાણીએ ચેતવણી આપી કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં કોઈ પણ વ્યક્તિ ડુપ્લીકેશન કે ગેરરીતિ કરશે તો કાયદાના સકંજામાંથી છૂટી શકશે નહીં. જરૂર પડ્યે નવો કાયદો બનાવવાની પણ વાત કરી. તેમનો ઉદ્દેશ્ય ગામડાના ખેડૂતો, ખેતમજૂરો અને શહેરના લોકોને તંદુરસ્ત જીવન જીવવા માટે મદદરૂપ થવાનો અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ લાવવાનો છે. ઠેર ઠેર લોકોએ મંત્રી જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કર્યું
નારી ચોકડીથી શહેર ભાજપ કાર્યાલય સુધી ઠેર ઠેર લોકોએ મંત્રી જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ રેલીમાં બાઈક, ઘોડાઓ, ટ્રેક્ટરો તથા કારનો કાફલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, આ રેલીમાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા, જેમણે ઉત્સાહભેર મંત્રીનું અભિવાદન કર્યું હતું. ઠેરઠેર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નારી ચોકડીથી ભાજપ કાર્યાલય સુધી રેલી નીકળી
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નારી ચોકડી ખાતેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી યોજાઈ હતી. આ પ્રસંગે વાઘાણીએ જણાવ્યું કે, કૃષ્ણકુમારસિંહજીની પવિત્ર ભાવનગરની ધરતી પર આવતા તેમને ગૌરવનો અનુભવ થયો છે. નવી જવાબદારીઓ માટે મોદી, ભૂપેન્દ્ર પટેલ અને વિશ્વકર્માનો આભાર માન્યો
નવી જવાબદારી માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા અને સમગ્ર નેતૃત્વનો આભાર માન્યો. વાઘાણીએ કહ્યું કે, ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ તેમને મતદાર અને ધારાસભ્ય બનાવ્યા છે, અને પાર્ટીએ તેમને મંત્રી, પ્રમુખ, યુવા મોરચા જેવી અનેક જવાબદારીઓ આપી છે.નવી જવાબદારી હેઠળ તેમને કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધન જેવા મહત્વના ખાતા સોંપવામાં આવ્યા છે. તેમણે ખેડૂતોના કલ્યાણ માટે નીતિઓ બનાવીને તેનો અમલ કરવાની વાત કરી. પ્રાકૃતિક ખેતી અને ઝીરો બજેટ ખેતી દ્વારા શુદ્ધ અનાજ, શાકભાજી અને દૂધ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો પર ભાર મૂક્યો.

| Source permalink: | https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/cabinet-minister-jitu-vaghani-receives-grand-welcome-in-his-hometown-136217236.html |