પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામના વતની શ્રી અરજણભાઈ દેભાભાઈ આહીરની હાઇકોર્ટ આસિસ્ટન્ટ તરીકે ઝાલોદ (દાહોદ જિલ્લો) ખાતે નિમણૂક થઈ છે.
તેમની આ સફળતા ગામ, તાલુકો તેમજ સમગ્ર આહીર સમાજ માટે ગૌરવની બાબત ગણાય છે.
શ્રી અરજણભાઈએ પોતાના પરિશ્રમ અને પ્રતિભાના બળે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
આ પ્રસંગે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ તરફથી તેમને હાર્દિક અભિનંદન અને ભાવિ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
શુભેચ્છક એડવોકેટ આહીર અરજણભાઈ k ડાલડી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
