ઈષ્ટદેવ શ્રી વિશ્વકમૉ દાદાના આશીર્વાદથી તારીખ 28-10-25 ના રોજ ઊંઝા સથવારા સમાજ એકતા પરિવાર કારવાન હોટલે, ઊંઝા દ્વારા સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

એકતા પરિવારના પ્રમુખ સથવારા જતીન કુમાર ઈશ્ર્વરલાલ, મંત્રી મુકેશભાઈ કાન્તીલાલ, ખજાનચી ગીરીશભાઈ મનુભાઈ, કલ્પેશ ભાઈ દશરથભાઈ તથા સલાહકાર ભરતભાઇ રમણભાઈ, દિનેશભાઈ ઈશ્ર્વરલાલ, હસમુખભાઇ અમૃતલાલ, દિનેશભાઈ અમૃતલાલ તથા એકતા પરિવારના તમામ સભ્યો પરિવાર સહિત હાજર રહ્યા હતા.
એકતા પરિવારના પ્રમુખ જતીન કુમારે સમાજમા શિક્ષણ બાબતે સ્પધૉતમક પરીક્ષાના કોચિંગ ક્લાસ મા વધુમા વધુ વિદ્યાથી જોડાઈ સમાજને મદદરૂપ થાય હરહંમેશ સમાજને એકતા પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર આપશે એમ કહ્યુ હતું.
સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન સુનિલકુમાર ઈશ્ર્વરલાલ સથવારા એ કર્યુ હતું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
