
મોરબી, વાંકાનેર, હળવદની ચાર ટીમો કામે લાગી
ફાયર ટીમોએ કૂલિંગ કામગીરી આરંભી, પાણીનો સતત મારો ચાલુ રાખવા છતાં આગના લબકારા
મોરબી: લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી. તેમજ આગ વિકરાળ બની હોવાથી વાંકાનેર અને હળવદ ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને છ કલાક કરતા વધુ સમયથી ફાયરની ચાર ટીમો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.
મોરબીના લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગી હતી.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/fierce-fire-at-paper-mill-in-morbi-still-uncontrollable-after-six-hours-97267883042.html |
