
તા..14/11/2025 ના રોજ શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભર ના યજમાન પદે ભાભર અને દિયોદર તાલુકા ની હાઈસ્કૂલો નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શ્રીમતી ગીતાબેન ચૌધરી,( ઈ. આઈ. જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા) ના અધ્યક્ષ પદે યોજાઈ ગયું. જેમાં શ્રી કે. કે. પટેલ, શ્રી બી.એસ. દેસાઈ, શ્રી એસ. એલ. બજાણિયા, શ્રીમિહિરભાઈ ચૌધરી (તમામ વર્ગ -૨) S.V.S ના કન્વીનરશ્રી વી.કે.બારોટ , લાયઝન શ્રી દિલીપભાઈ પરમાર જિલ્લા તાલીમ ભવનના લાયઝન શ્રી ડી. આર. નોગસ, કેળવણી મંડળ ભાભર ના હોદ્દેદાર શ્રીઓ બનાસ કાંઠા જિલ્લા આચાર્ય સંઘ ના મહામંત્રી શ્રી જે. વી.પટેલ , વિવિધ હાઈસ્કૂલો ના આચાર્યો . ગામ ના વડીલો, આગેવાનો વગેરે એ હાજરી આપી. ભાભર ની હાઈસ્કૂલો ના બાળકો અનેગામ વાસીઓએ આ પ્રદર્શન નિહાળ્યું આ પ્રદર્શન માં બાળવૈજ્ઞાનિકો એ ૭૨ જેટલી કૃતિઓ રજૂ કરી. દરેક વિભાગ ની એક થી ત્રણ નંબર ની શ્રેષ્ઠ કૃતિઓ ને શિલ્ડ અને પ્રમાણ પત્રો આપવામાં આવ્યા.ભાગ લેનાર તમામ શાળાઓ ને પણ શિલ્ડ આપી સન્માનીત કરી. આમંત્રિત મહેમાનો અને ભાગ લેનાર તમામ બાળકો માટે ભોજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. શાળા પરિવારે કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
