રાધનપુર : શહેરની લાંબા સમયથી ચાલી આવતી મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓને લઈને આજે રાધનપુર નગરપાલિકા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા બેસણું કાર્યક્રમ યોજાયો હતો.

શહેરમાં પાણી, લાઈટ અને ગટર જેવી જરૂરી સેવાઓમાં ભારે બેદરકારીનો આરોપ મુકીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા હતા.

બેસણું શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ થોડા જ સમયમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત થતાં પરિસ્થિતિમાં તંગદિલી સર્જાઈ હતી.

પોલીસે વિરોધને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન અનેક કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરવામાં આવ્યા હતા.

કાર્યકરોનો આક્ષેપ છે કે પોલીસે કોઈ વિશેષ કારણ વગર જ દબાણાત્મક કાર્યવાહી કરી છે.

વિરોધ દરમિયાન મીડિયાને પણ ઘટનાસ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

પોલીસ દ્વારા મીડિયા પ્રતિનિધિઓને નગરપાલિકા પ્રાંગણમાં પ્રવેશતા રોકી દેતા પત્રકારોએ આ વલણનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મીડિયા પર મૂકાયેલી આ અટકથી સમગ્ર ઘટનાની પારદર્શકતા પર સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોનો આરોપ છે કે નગરપાલિકા અને પ્રશાસન શહેરના લોકોની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવવા નિષ્ફળ ગયું છે અને હવે સમસ્યાઓને અવાજ આપનાર લોકોને જ અટકાવવામાં આવી રહ્યા છે.

પક્ષે રાધનપુરના નાગરિકોને તાત્કાલિક રાહત આપવા પાણી, લાઈટ અને ગટર સંબંધિત કામગીરીને ઝડપી પૂરું કરવાની માંગ રાખી છે.

આ ઘટનાને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!