GSRTCની ત્રણ બસો અને પાંચ ડમ્પરો પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ; પોલીસે તપાસ તેજ કરી
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
પાટણ: પાટણ–શિહોરી હાઈવે પર સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક મોડી રાત્રે અસામાજિક તત્વોએ પસાર થતા વાહનો પર પથ્થરમારો કર્યાાની
ગંભીર ઘટના સામે આવી છે. સતત ચાલતી બાઈક પરથી તત્વોએ નિશાન સાધી પથ્થરમારો કરતા GSRTCની ત્રણ બસો, તેમજ લગભગ પાંચ જેટલા ડમ્પરોને નુકસાન થયું હતું. ઘટનાના પગલે રસ્તા પર એક ક્ષણ માટે ગભરાટ અને અરાજકતા સર્જાઈ હતી.
બાઈક પરથી પથ્થરમારો, બસોના કાચ ચકનાચૂર
ઘટનાની વિગત મુજબ અજાણ્યા તત્વોએ હાઈવે પરથી પસાર થતી ST બસોને નિશાન બનાવી ભારે પથ્થરમારો કર્યો હતો.
એક પછી એક પથ્થર વાગતા બસોના આગળ અને બાજુના કાચ તૂટી પડ્યા હતાં.
મુસાફરોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો.
અનેક મુસાફરો બેઠકોમાંથી ઊભા થઈ સીટ બદલવા મજબૂર બન્યા હતા.
ડમ્પરો પર પણ હુમલાની કોશિશ થઈ હતી અને તેમનું પણ નાનું–મોટું નુકસાન થયું હોવાનું ડ્રાઈવરો દ્વારા જણાવાયું છે.
ત્રણેય ST બસોને સલામતી માટે ડેપોમાં રાખવામાં આવી
ઘટનાની જાણ થતાં જ GSRTC દ્વારા સુરક્ષાના પગલે નુકસાન થયેલ ત્રણેય બસોને મોડી રાત્રે સરસ્વતી તાલુકાના ડેપોમાં રાખવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

