અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ થી કડીયાળી જતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય સરકારશ્રીને રજૂઆત કરતા મંજુર કરેલ છે. ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી એ આ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ રોડ રીસર્ફેસિંગ માટે સરકાર શ્રી એ ચાર કરોડ ૨૦ લાખ ફાળવ્યા છે અને સુરતની એજન્સી એમ્પાયર દ્વારા રોડનું કામ થવાનું છે. ખાતમુહૂર્ત હીરાભાઈ સોલંકી એ કર્યું હતું. આ તકે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી કેપી ભીલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી દેવજીભાઈ પડસાલા, ટીંબી યાડૅ સિક્રેટરી મનુભાઈ વાંઝા, તાલુકા પ્રમુખ બાલાભાઈ કોટડીયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કાંતિભાઈ જોગડીયા, તાલુકા પંચાયત સભ્ય હિંમતભાઈ સોલંકી, સરપંચ શ્રી હેમાળ કાનાભાઈ બાંભણીયા, સરપંચ શ્રી કડીયાળી સવજીભાઈ મકવાણા, સરપંચ શ્રી ઘેસપુર /સોખડા દિલુભાઈ વરુ, તથા સરપંચ શ્રી ઓ તેમજ તાલુકાના સદસ્યશ્રીઓ તથા તાલુકા ભાજપના કાર્યકરો ,હેમાળ ગ્રામજનો, કડીયાળી ,ઘેસપુર ,સોખડા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ મંજુર થતાં આજુબાજુના ગ્રામજનો તથા રાહદારીઓએ ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!