રાજકોટ-રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો નવમો તાલીમ કેમ્પ તા.૨ ૨-૧૧-૨૦૨૫ અને ૨૩ નવેમ્બરમાં યોજાયો, અને જગતના તાત એવા ખેડૂતો રેવન્યુંમાં પિલાઇ રહ્યા છે.

ત્યારે ખેડૂતોની ખેતી માટે રેવન્યુ રેકર્ડના રાહબર ખેડૂતોને સરાફી ફી લઇને બે દિવસ અને ૧-રાત્રી દરમ્યાન દર મહિને રહેવા-જમવાની વ્યવસ્થા સાથે તાલીમ કેમ્પ યોજી રહ્યા છે.અને ગુજરાતના ખેડૂતો રેવન્યું રેકર્ડની માહિતી લઈ રાજી – રાજી થઈ રહ્યા છે. દર મહિને આશરે ૫૦ની આજુબાજુની સંખ્યામાં ખેડૂતો ૪ કિલોમીટરથી ૪૦૦ કિમી.દુરથી ખેડૂતો આવી લાભ લઈ રહ્યા છે.તેમજ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મુંબઈ અને કરછ અને રાજસ્થાનથી પણ મૂળ ગુજરાતી ખેડૂતો લાભ લે છે.

તેમજ આ વખતે કુવા બોર નોંધાવવા, પાણી લેવાનો હક, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પરિશિષ્ટ પ ની નકલ,. ખેતરનું નામ સુધારવું, રીસર્વે વાંધા અરજી, ખેતીની જમીનનું ચેકલીસ્ટ, તેમજ સર્વે ભવનથી થતા કામ વગેરે તેમજ ખેતીની જમીનનું એકત્રીકરણ વગેરે ઉપર વિસ્તૃત માહિતી આપી.

તેમજ તાલીમ આપી.અને આ તાલીમમાં આવેલ વિરમભાઈ મકવાણા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈએ રેવન્યું ગુરુના તાલીમ કેમ્પના કાર્યને બિરદાવી હતી. આ મહિનામાં રેવન્યું ગુરુ રમણીકભાઈએ તાલીમાર્થીઓને બે મહીનાની ફી ભરી હાજરી આપેલ હોય તેવા તાલીમાર્થી ખેડૂતોને પાછલા ૧૦ મહિનામાં દરેક તાલીમ કેમ્પમાં આવનાર ખેડૂતોને બે દિવસ-જમવા રહેવા અને ચા, નાસ્તાપાણી સાથે ફ્કત રીપીટર માટે ૫૫૧ ફી જણાવેલ હતી. તેમનો હેતું ફક્ત એવો છે ખેડૂતોને કુટુંમ્બ પરિવાર કે પાડોશી સાથે કજીયાના થાય અને ખેડૂત પોતે પોતાનો વકીલ બને. તેવો શુભ વિચાર છે.

The Gujarat Live News 

અહેવાલ. ભાનુભાઈ પાનશેરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!