સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 50થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને માતા આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. શ્વાનના ટોળાએ 5 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં 4 વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઈકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો. માથું ગંભીર રીતે ફાડી નાખ્યું, 50થી વધુ ગંભીર ઇજાઓ
શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકાં ભર્યા હતા, જેના કારણે તેને પૂરા શરીરમાં 50થી વધુ ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. બાળકની હાલત અત્યંત ગંભીર
લોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. કૂતરાંઓના રસીકરણ અને ખસીકરણ માટે પાંચ કરોડનો ખર્ચ વ્યર્થ
સુરત મહાનગર પાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં કૂતરાંઓના રસીકરણ અને ખસીકરણ માટે પાંચ કરોડ રૂપિયાથી વધારનો ખર્ચ કર્યા બાદ પણ શહેરીજનો માટે સમસ્યા ઠેરની ઠેર છે. દર રોજે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ડોગ બાઈટના કેસો નોંધાઇ રહ્યા છે જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિતને કૂતરાઓ બચકા ભરી રહ્યા છે. ‘અમે કામ કરતા હતા અને ખબર ન પડી કે ક્યારે બહાર નીકળી ગયું બાળક’
ઇજાગ્રસ્ત બાળકના પિતાના સહકર્મી વિશાલ વિશ્વકર્માએ જણાવ્યું કે, અમારી કંપનીમાં આ માસ્ટર છે, તેમનો નાનો બાળક હતો. તેઓ તેને કંપનીમાં લઈને આવ્યા હતા. અમે કામ કરી રહ્યા હતા અને ખબર ન પડી કે આ બાળક ક્યારે બહાર નીકળી ગયું. બહારના કૂતરા થોડા ખતરનાક છે. ત્યાં ત્રણ-ચાર કૂતરા હતા અને તેમણે તેને ગંદી રીતે કરડ્યો, બહુ ખરાબ રીતે. આખી બોડીમાં તેને કરડ્યો છે. માથામાં કંઈક વધારે જ ઈજા થઈ છે. દરરોજે મોટી સંખ્યામાં કૂતરાંઓ લોકોને કરડી રહ્યા છે
ભલે પાલિકાએ કરોડોનો ખર્ચ કર્યો હોય પરંતુ કુલ મળીને સરવાળે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકોને રાહત મળી નથી. શહેરીજનો માટે સમસ્યારૂપ બની ગયેલા રખડતા કૂતરાંઓની સંખ્યા પણ નિયંત્રણ માટે તેમના રસી અને ખસીકરણ પાછળ પાલિકાએ વર્ષ 2022-23થી 2024-25 સુધીમાં પાંચ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ્યા છે. પરંતુ દરરોજે મોટી સંખ્યામાં કૂતરાંઓ લોકોને કરડી રહ્યા છે. સુરતમાં છેલ્લા 2022થી 2024 સુધીમાં 79,846 ડોગ બાઈટના કેસ નોંધાયા
ખાસ કરીને સચિન, ડિંડોલી સહિતના વિસ્તારોમાં કૂતરાંઓ લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને રાતના સમયે વાહનચાલકોનો પીછો કરી તેમને નીચે પાડી દે છે અને લોકોને ગંભીર ઈજા પહોંચે છે. પાલિકાના આંકડાઓ મુજબ છેલ્લા 2022થી 2024 સુધીમાં કુલ 79,846 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ 2024માં 29,418 નોંધાયા છે. તે ઉપરાંત 2022માં 24,231, 2023માં 26,107 લોકો ડોગબાઈટના શિકાર બન્યા હતા. એક કુતરા પાછળ રૂ. 1268નો ખર્ચ કર્યો, છતાં પણ પરિણામ શૂન્ય
શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખી પાલિકાએ કૂતરાઓની સંખ્યા પર નિયંત્રણ માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે એજન્સીઓને કામગીરી સોંપી હતી. જેના અંતર્ગત પાલિકાએ ત્રણ વર્ષમાં 5.58 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. બે એજન્સીઓ દ્વારા 44 હજારથી વધુ કૂતરાઓનું રસીકરણ-ખસીકરણ કરવામાં આવ્યું છે. પાલિકાએ એક કુતરા પાછળ 1268 રૂપિયાનો ખર્ચ કર્યો છે. સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ
સુરત શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, અનેક માસૂમ બાળકો શ્વાનનો શિકાર બની ચૂક્યા છે. આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, CCTV:PGમાં રહેતો યુવક એક્ટિવા પાર્ક કરતો તો ને બચકુ ભર્યું, એક જ દિવસમાં 8 લોકોને કરડ્યું
અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) 4 માસની બાળકીને ફાડી ખાનારા શ્વાનના માલિકની ધરપકડ:યુવતી ફોનમાં વાતોમાં હતી ને હાથમાંથી છટકેલા શ્વાને કાળો કેર વર્તાવ્યો
અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો, CCTV:અમદાવાદમાં પાર્કિંગમાંથી મહિલા કૂતરાને લઈને જતા સમયે બાળક પાછળ દોડ્યો
અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે બે બાળક પર હુમલો કર્યો હતો. મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યાં હતાં. બાળકોને ભાગતાં જોઈને લકી નામના કૂતરાએ તેની પાછળ દોટ મૂકી હતી.. (વાંચો સંપૂર્ણ સમાચાર)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!