કાળઝાળ ગરમી વચ્ચે રાધનપુર શહેરમાં રાહતનો મીઠો ઘૂંટડો. રાધનપુર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આજે જાણીતા સમાજસેવક અને પત્રકાર રોહિત કેશવલાલ મહેતાના જન્મદિન નિમિત્તે વરીયાળી-સાકરના મસાલેદાર ઠંડા સરબતનો સેવા કેમ્પ યોજાયો. સ્વ. શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા પરિવાર દ્વારા આયોજિત આ સેવા કેમ્પમાં હજારો મુસાફરો અને શહેરીજનોએ લાભ લીધો.

રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી 44 ડિગ્રીથી વધુ તાપમાન સાથે અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રાહદારીઓને ઠંડક મળી રહે તેવા ઉમદા આશયથી આજે તા. 16-05-2026ના રોજ રાધનપુર એસ.ટી. ડેપો ખાતે વરીયાળી-સાકરના ઠંડા સરબતનો ભવ્ય સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સદર સેવા કેમ્પના દાતા સ્વ. શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા પરિવાર છે. પરિવારના પુત્ર અને ત્રણ ન્યૂઝ ચેનલના સહ-તંત્રી રોહિત કે. મહેતાના જન્મદિન નિમિત્તે “સેવા એ જ સંસ્કાર” ના ભાવથી આ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અવિરત ચાલેલા આ કેમ્પમાં બસના મુસાફરો, એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટર, રિક્ષાચાલકો, ફેરિયાઓ, રાહદારીઓ સહિત 5000થી વધુ લોકોએ સરબતનો લાભ લીધો હતો. આયુર્વેદિક ગુણોથી ભરપૂર મસાલેદાર વરીયાળી-સાકરનું ઠંડુ સરબત પીને લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી અને દાતા પરિવારને આશિષ આપ્યા હતા.
સેવા આપનાર મહાનુભાવો :
આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે રાધનપુર જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મસારીયા, ધીરૂભાઈ સંઘવી કલ્યાણ નિધી, સુનિલભાઈ વારાયા સરોવર સાડી, બનાસ બેંકના વાઈસ ચેરમેન કેશુભા પરમાર, એસ.ટી. ડેપો મેનેજર વિશાલભાઈ ટી. ગોહિલ સહિતના અગ્રણીઓએ ખડેપગે સેવા આપી હતી.
મહિલા સેવામાં સુરેખાબેન અચેતલાલ ભેમાણી, સંગીતાબેન મેહુલભાઈ જોષી અને બીનાબેન શાહ એ ખૂબ જ ઉત્સાહભેર સેવા આપી હતી. બહેનોએ સરબત બનાવવાથી લઈને વિતરણ સુધીની તમામ જવાબદારી હસતા મુખે નિભાવી હતી.
એસ.ટી. ડેપોના સ્ટાફમાંથી ભરતદાન ગઢવી, શરીફભાઈ ધાચી, મહેશભાઈ ભરવાડ, જનકભાઈ ચૌધરી, ઈમરાનભાઈ ધાચી, રમેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ જોષી, રમેશભાઈ જોષી, ચેતનભાઈ પટેલ તથા ઉમિયા મિનરલ વોટર વાળા સૌએ ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત સેવા આપી હતી.
શુભેચ્છા :
સેવા કેમ્પમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ રોહિત કે. મહેતાને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સૌએ એક અવાજે જણાવ્યું કે “રોહિતભાઈના સેવાકાર્યો પ્રેરણાદાયી છે. જન્મદિવસને સેવાના રૂપમાં ઉજવીને તેમણે સમાજને નવો રાહ ચીંધ્યો છે.”
શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા પરિવાર રાધનપુર
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
