ગઇ તા.૧૮/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે પાટણ થી શિહોરી હાઇવે રોડ ઉપર “મોટા નાયતા” ગામ નજીક હાઇવે રોડ ઉપર એસ.ટી. બસ રજી નં-GJ.18.Z.8167જે શામળાજી થી દિયોદર રૂટની બસ હોઇ તે બસની આગળ અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવી કોઇપણ કારણવગર બસના કાચ ઉપર છુટા પથ્થર મારો કરી તેને તોડી નાંખી કિ.રૂ.૧૫,૦૦૦/- નું નુકશાન કરેલ તેમજ તે રીતે અન્ય બે એસ.ટી.બસને પણ આજ રીતે કાચ તોડી નુકશાન કરેલ તેમજ ખાનગી માલિકીના ટર્બો નંબર-GJ.24.X.4199ના પણ કાચ તોડી નુકશાન કરેલાની ફરીયાદ સરસ્વતી પો.સ્ટે. અજાણ્યા ઇસમ વિરૂધ્ધમાં દાખલ થયેલી.

સદરહું બનાવ અજાણ્યા ઇસમો દ્રારા આચરી પ્રજામાં ભયનો માહોલ ઉભો કરેલ હોવાથી પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ દ્રારા વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા માટે એલ.સી.બી.પાટણને અસરકારક કામગીરી કરવા સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ટીમ બનાવી પ્રયત્નશીલ હતા. દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસની મદદથી તપાસ કરતાં સદરહું અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ નીચે જણાવેલ ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી સારૂ સરસ્વતી પો.સ્ટે. સુપ્રત કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) પ્રજાપતિ ધવલ જયંતિભાઇ રહે.કીમ્બુવા ગામ પ્રજાપતિવાસ તા.સરસ્વતી જી.પાટણ તથા

(૨) ઠાકોર રણજીતજી રમેશજી રહે. અઘાર ગામ માઢપાટી હાલ રહે પાટણ શિહોરી ત્રણ રસ્તા ખાતે અમથાભાના પેટ્રોલ પંપની સામે તા.જી.પાટણ

પકડવાના બાકી આરોપીઓની વિગત:-

(૧) ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે પાટણ શ્રમજીવી છાપરા તા.જી.પાટણ.

પકડાયેલ મુદામાલની વિગતઃ-

(૧) મો.સા.નંબર-GJ.24.R.7952 કિ.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- કુલ કિ.રૂ.૩૦,૦૦૦/-

ગુનો કરવાનો હેતુઃ-

આ કામે પકડાયેલ ઇસમો ગાડીઓના કાચ તોડી પોતે વિકૃત આનંદ મેળવી રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!