આ મુલાકાત દરમિયાન સીમા જાગરણ મંચ દ્વારા દેશભરમાં કરવામાં આવતા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કાર્યો, સરહદ વિસ્તારોમાં દેશભક્તિ જાગૃતિ અભિયાન, તેમજ રાષ્ટ્રીય હિતના વિષયો પર વિગતવાર ચર્ચા થઈ હતી.
શ્રી જીવણભાઈ આહિરે સરહદ વિસ્તારમાં ઉભા પડતા વિવિધ પડકારો, સ્થાનિક લોકોની જરૂરિયાતો અને સુરક્ષા મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં વિશે પ્રતિપાદન કરી વિગતવાર રજૂઆત કરી હતી.
દેશની સુરક્ષા, સરહદી વિસ્તારોની સમસ્યાઓ, સમાજના જાગરણ માટેના કાર્યક્રમો અને આગામી પ્રકલ્પોને વધુ અસરકારક બનાવવા માટેના માર્ગદર્શનો અંગે બંને મહાનુભાવો સાથે સકારાત્મક સંવાદ યોજાયો હતો.
આ મુલાકાતને રાષ્ટ્રીય હિત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સરહદી વિસ્તારોમાં કાર્યરત સીમા જાગરણ મંચની પ્રવૃત્તિઓને આ સ્તરે મળી રહેલ માર્ગદર્શનથી વધુ બળ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
