વાવ થરાદ માં એસપી ની હાજરીમાં જ બેફામ વાણી વિલાસ કરનાર જીગ્નેશ મેવાણી વિરુદ્ધ હવે પોલીસ પરિવારે મોર્ચા માંડયો છે અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જીગ્નેશ મેવાણી ના નિવેદન પટ્ટા ઉતારી નાખવા અને પરિવારો બાબતના નિવેદન બાદ પોલીસ પરિવારો મેદાનમાં ઊતર્યા હતા અને સૂત્રોચાર કરી અને સખત વિરોધ દર્શાવ્યો હતો, અને સુત્રોચાર કર્યા હતા
આ પહેલા પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આકરા તેવર દર્શાવી અને નામ લીધા વગર જીગ્નેશ મેવાણી ને આકરા જૂવાબ આપ્યા હતા, ત્યાર બાદ પણ જીગ્નેશ મેવાણી અહીથી નતા અટક્યા અને ગતરોજ મોડી રાત્રો તેમના સોશિયલ મીડિયાના ફેસબુક પેજ ઉપર વિડીયો અપલોડ કર્યો હતો તે વીડિયોમાં આઇપીએસ અધિકારીને ઉપર ગંભીર આરોપો કરી અને કોઈપણ પુરાવા વગર ડ્રગ્સ વેચવાનો આરોપ લગાવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસ પરિવાર લડી લેવા મૂડમાં જોવા મળ્યો હતો
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
