પાટણ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ચોમાસા બાદ વિવિધ વિસ્તારોમાં બિસ્માર થયેલા રસ્તાઓના રીસરફેસીંગ કાર્ય ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવ્યવસ્થિત અને સુરક્ષિત બને તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક આયોજન સાથે સુધારણા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
રીસરફેસીંગ કાર્યના પ્રારંભથી આસપાસના ગામોના સ્થાનિક નાગરિકો, ખેડુતો, વિદ્યાર્થીઓ તથા રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને વિશેષ રાહત અનુભવાઈ છે. રસ્તાઓની સપાટી સુધરતા વાહનવ્યવહાર સરળ બન્યો છે અને લોકોનો પ્રવાસ વધુ આરામદાયક તથા સલામત બન્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
