ગુજરાતમાં હાલમાં ચૂંટણીને લઈને SIR કામગીરી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. તેઓએ માંગ કરી છે કે, વડોદરામાં BLO સહાયકનું મોત વધારે પડતા કામના ભારણને લઈ થયું છે. તેઓના પરિવારને નોકરી અને આર્થિક સહાય તાત્કાલિક આપવામાં આવે. આ સાથે જ વધુ પડતા કામના ભારણમાંથી બીમાર કર્મીઓને મુક્ત કરવામાં આવે એવી માંગ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને કરી રજૂઆત
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ અમે ત્રણવાર રજૂઆત કરી છે તેનું કોઈ પરિણામ મળ્યું નથી. વડોદરા શહેરમાં SIR કામગીરીમાં BLO સહાયક બહેને જીવ ગુમાવ્યો છે અને તેઓને હાર્ટ અટેક આવ્યું હતું. આજે બહેનોએ સ્કૂલ, ઘર અને આ કામગીરીના કારણે વધુ પડતો લોડ હોવાથી આ ઘટના બની છે. તેઓના પરિવારને આર્થિક સહાય અને બીજા લાભ મળવા જોઈએ. બીમાર હોય તે લોકોને તાત્કાલિક આ કામમાંથી મુક્તિ આપવાની માગ
વધુમાં કહ્યું કે, બીજા જે BLO કે સહાયક કામગીરી કરી રહ્યા તેઓમાં કોઈને બીમારી હોય તેઓને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ સાથે એકેડેમિક વર્ક ચાલે છે તેઓને પણ રજા આપો જેથી એક કામ સારી રીતે થાય અને આવી ઘટના ન બને. પરંતુ સરકારી કચેરીઓ દ્વારા એક શિક્ષકને ત્રણ-ત્રણ અને ચાર-ચાર ગામ એકસાથે આપે છે તેના કારણે વધારે વર્કલોડ થાય છે. અમારી માંગ છે કે, ત્રણ મહિના સુધી આ કામગીરી લંબાવવામાં આવે એવી માંગ છે. ભાજપના નેતાઓએ ભેગા થઈ આખું ષડયંત્ર રચ્યું છે
વધુમાં કહ્યું કે, SIR કામગીરી પર અમને બધાને સવાલ છે, આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આ મતદાર યાદી પ્રમાણે મતદાન કરાવી કોર્પોરેશનમાં ગડબડ કરાવવી છે. કારણ કે વડોદરામાં ભાજપનો વિરોધ બહુ જ છે, પ્રજાજનો ભાજપથી કંટાળી ગયા છે. ત્યારે ભાજપના નેતાઓએ ભેગા થઈ આખું ષડયંત્ર રચ્યું છે. બહારની જેમ અહીંયા પણ મતદારોના નામ કાઢી નાખશે તેઓ લોકોમાં ભય છે. આ બાબતે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!