રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ઘરથી 200 મીટર દૂર 33 વર્ષીય મહિલા સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટનાનો ભેદ પોલીસે એક દિવસમાં જ ઉકેલી નાખ્યો છે. ઘરકંકાશથી કંટાળી પતિ હિતેશે જ પોતાની પત્નીનું લોખંડના સળિયાનો ઘા મારી મર્ડર કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ પતિ દ્વારા એવી સ્ટોરી ઘડવામાં આવી હતી કે, પત્ની પાણીપુરી ખાવા ગઈ અને ઘરે પરત ફરી નથી. જોકે, તે કારણ ગળે ઉતરે એવું ન હતું. જેથી, શરૂઆતથી શંકાના દાયરામાં રહેલો પતિ ક્રાઈમ બ્રાન્ચની આગવી ઢબથી થઈ રહેલી પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને કબુલાત આપી હતી કે, ત્રણ વર્ષ પહેલા સ્નેહા સાથે લગ્ન થયા હતા અને ત્યારબાદથી જ બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. પત્ની પતિ પર શંકા કરતી ને બાળકને પણ સાચવતી નહોતી
જોકે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇન્વેસ્ટીગેશન કરતા જાણવા મળ્યું કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. બંને વચ્ચે ત્રણ વર્ષનો લગ્ન સંબંધ હતો પરંતુ, લગ્નના તુરંત બાદ જ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી. પત્ની પતિ ઉપર શંકા કરતી હોવાથી દિવસભર ફોન અને વીડિયો કોલ કરતી હતી. કારખાનામાં લુહારી કામ કરતો પતિ પોતાની પત્નીથી કંટાળી ગયો હતો. પત્ની બે વર્ષના બાળક શિવાંશને રાખવા પણ પત્ની તૈયાર ન હતી, જેથી પતિ દરરોજ પોતાના માતા-પિતાને ત્યાં સવારે બાળકને મૂકી આવતો હતો અને બાદમાં સાંજે ત્યાંથી પોતાના ઘરે પરત લઈ આવતો હતો. લોખંડનો સળીયો પત્નીના માથામાં મારી દેતા તે ત્યાં જ ઢળી પડી
જોકે, શનિવારે સાંજના સમયે જ્યારે પત્નીનો કોલ આવ્યો ત્યારે પણ ઝઘડો કરતા પતિ રોષે ભરાઈ ગયો હતો અને કારખાનેથી જ લોખંડનો સળીયો લઈને નીકળ્યો હતો. ત્યારબાદ ઘરે આવી પત્નીને કહ્યું હતું કે, ચાલ બહાર જમવા જઈએ. આ સાથે જ એક વિધિ કરાવવાનું કહીને ઘરેણા પત્નીના શરીર પાસેથી ઉતરાવી લીધા હતા. જે બાદ પોતાના સ્કુટીમાં જ લોખંડનો સળીયો આગળ રાખી પત્નીને પોતાની પાછળ બેસાડી ઘર પાસેની અવાવરું જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં વોશરૂમ કરવાના બહાને વાહન ઉભું રાખ્યું હતું અને ત્યારબાદ પત્નીને પાછળથી લોખંડનો સળીયો મારી દીધો હતો જેને નીચે પત્ની ત્યાં જ ઢળી પડી હતી. શરૂઆતથી જ પતિ શંકાના દાયરામાં હતો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરના ભગવતીપરા વિસ્તારમાં કોપર ગ્રીન સોસાયટી પાસે અવાવરું જગ્યામાં રવિવારે 33 વર્ષની મહિલા સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયાની માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા સાથે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ તેના ભાઈને ફોન કરી કહ્યું હતુ કે, તમારી બહેન પાણીપુરી ખાવા જવાનું કહીને ઘરે પરત ફરી નથી. જોકે પોલીસે કરેલી તપાસમાં પતિ હિતેશના કપડા તેમજ તેનો સ્કુટી પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેથી એ સાબિત થઈ ગયું હતું કે, પતિએ જ પત્નીની હત્યા કરી. હાલ પોલીસે આરોપી હિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: પાણીપુરી ખાવા ગયેલી મહિલાની માથું છૂંદી હત્યા:રાજકોટમાં ઘરથી 200 મીટર દુર ખુલ્લા પટ્ટમાંથી બીજા દિવસે મૃતદેહ મળ્યો; છેલ્લા CCTV સામે આવ્યાં

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!