વડોદરા, તા.24 સરકારી લાભો અપાવવાના બહાને સાવલીમાં બે વૃધ્ધાઓ પાસેથી રોકડ તેમજ દાગીના તફડાવી ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે વૃધ્ધાને ટાર્ગેટ કરતા ત્રણ ગઠિયાની ધરપકડ કરી છે.
સાવલી તાલુકાના સામંતપુરા ગામમાં રહેતા કાંતાબેન રસિકભાઇ ગોહિલે સાવલી પોલીસમાં બે અજાણ્યા યુવાનો સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૫ જુલાઇના રોજ હું શાકભાજી લેવા માટે ગોઠડા તરફ ચાલતી જતી હતી ત્યારે બાઇક પર આવેલા બે યુવાનોએ વિશ્વાસમાં લઇ બાઇક પર બેસાડી હતી અને અમો બેન્કોમાં સરકારી કામો કરીએ છીએ, ઉંમરલાયક માણસોને સરકારી લાભો અપાવીએ છીએ તેમ કહી સાવલી સેવાસદન પાસે લઇ ગયા હતાં. ત્યાં એક છાપરા નીચે બેસાડી અંગુઠો તેમજ ફોટો લીધા બાદ એક ગઠિયાએ ફોન પર મારા પુત્ર સાથે વાત કરાવી હતી તે મુજબ મેં પાયલ, બુટ્ટી અને રોકડ મળી કુલ રૃા.
