ખેડૂતોના પ્રશ્નોનો ઘેરાવો
![]()
જવાબનું વચન આપ્યા છતાં હાજર નહીં – ખેડૂતોમાં ભારે રોષ
કચ્છના ખેડૂતો ફરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી કલેક્ટરની મુલાકાત માટે પ્રયત્નશીલ છે, પરંતુ કલેક્ટર સાહેબ ખેડૂતોને મળવા માટે ક્યારેય ઉપલબ્ધ રહેતા નથી.
ખાસ વાત એ છે કે —
કલેક્ટર સાહેબે જાતે જ ખેડૂતોને 24મી તારીખે જવાબ આપવાનો વચન આપ્યું હતું, છતાં આજે તેઓ રજા ઉપર રહ્યા. આ કારણે ખેડૂતોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે:
કલેક્ટર કોના દબાણમાં કામ કરી રહ્યા છે?
ખેડૂતોના પ્રશ્નોથી દૂર કેમ ભાગી રહ્યા છે?
કોનો ડર છે કે ખેડૂતોને સીધો સામનો નથી કરતા?
ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓએ તેમના પ્રશ્નો સાંભળવા જોઇએ, કારણ કે તેઓ જ લોકોના હકો માટે લડી રહ્યા છે. કલેક્ટર સાહેબ દ્વારા આપેલા વચનથી પાછળ હટવાનું ખેડૂતોમાં અસંતોષ અને શંકા ઊભી થઈ છે.
The Gujarat Live News
રિપોર્ટ By રામજી પ્રજાપતિ કચ્છ

