25 ડિસેમ્બર સુધી વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાશે મહોત્સવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાની પ્રેરણાથી આયોજિત આ મહોત્સવનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓમાં રમત પ્રત્યેનું કૌશલ્ય વિકસાવવું અને તેમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આજે કડી ખાતે પી.એમ.જી. ઠાકર હાઈસ્કૂલના મેદાનમાં સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, ભાજપના આગેવાનો, અધિકારીઓ, તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા લોકસભા મતવિસ્તારની સાતેય વિધાનસભા બેઠકોમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ વિધાનસભા વિસ્તારોમાં તા. 29- 11- 2025 ના રોજ નીચે જણાવેલ સ્થળે આયોજન થયું હતું.
વિસનગર : સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડનગર
ઊંઝા : સર્વોદય હાઈસ્કૂલ, કહોડા
બહુચરાજી : ધી સાર્વજનિક વિદ્યાલય, મોટપ
મહેસાણા : શ્રીમતી એમ.કે. પટેલ હાઈસ્કૂલ, ગોજારીયા
વિજાપુર : સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ખણુંસા
માણસા : સ્વામિનારાયણ હાઈસ્કૂલ, બાલવા
આ ખેલ મહોત્સવમાં એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ટેબલ ટેનિસ સહિત અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાઓ ૨૫ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. વિજેતા ખેલાડીઓને આકર્ષક ટ્રોફી, મેડલ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે. સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આ ખેલ મહોત્સવ દ્વારા ગ્રામીણ વિસ્તારના ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો મળશે અને રમતગમતને વધુ પ્રોત્સાહન મળશે.” આ મહોત્સવથી મહેસાણા જિલ્લાના હજારો યુવા ખેલાડીઓને લાભ થનાર છે તેમજ રમતગમતના ક્ષેત્રે નવો ઉત્સાહ જન્મશે તેવી ખાતરી છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
