એમ્બરગ્રીસ એટલે કે સ્પર્મ વ્હેલની ઊલટી. એક કિલોના એક કરોડ રૂપિયા લેખે વેચાતા એમ્બરગ્રીસના પોણા નવ કિલોના જથ્થા સાથે અમદાવાદમાંથી ચાર શખસો ઝડપાયા છે. અમદાવાદમાં હાલ જે જથ્થો ઝડપાયો છે તે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. ચાર મહિના પહેલા પણ અમદાવાદમાંથી એમ્બરગ્રીસના જથ્થો ઝડપાયો હતો. સરખેજ વિસ્તારમાં એમ્બરગ્રીસ વેચવા આવેલા ચાર શખસો ઝડપાયા
અમદાવાદ ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે સરખેજ-મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા બ્રીજ પાસેથી ચાર શખસોની 8 કિલો 700 ગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે ધરપકડ કરી છે. જે ચાર લોકો ઝડપાયા છે તેઓના નામ રિંકુ સીંગ, શશાંક પાંડે, જતીન પટેલ અન એજેક્ષ વ્યાસ છે. સુરતના શખસ પાસેથી એમ્બરગ્રીસ મેળવી અમદાવાદમાં વેચવાના હતા
આરોપીઓની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે નરોડામાં રહેતો રીન્કુ સિંહ રાજપુત સુરતના એક વ્યક્તિ પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો વેચવા માટે લાવ્યો હતો.સુરતના વ્યક્તિએ એમ્બરગ્રીસ વેચાય તો તેને અડધા પૈસા આપવાની વાતચીત કરી હતી.રીન્કુસિંહે એમ્બરગ્રીસ શશાંકના ઘરે રાખવા માટે આપી હતી.આરોપીઓ સરખેજ વિસ્તારમાં એમ્બરગ્રીસ વેચવા માટે આવ્યા હતા ત્યારે જ પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પૈકી રીન્કુસિંહ ડ્રાઇવિંગનો ધંધો કરે છે.જ્યારે શશાંક બેરોજગાર છે.એજેક્ષ અને જતીન બંને હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. પોલીસે એમ્બરગ્રીસનો જથ્થો એફએસએલમાં તપાસ માટે આપ્યો છે.જે બાદ ફોરેસ્ટ વિભાગને પણ અંગે જાણ કરવામાં આવશે. વ્હેલની ઊલટી ‘તરતું સોનું’ તરીકે પણ ઓળખાય છે
વ્હેલ માછલીના આંતરડામાં બનતો આ પદાર્થ વ્હેલ માછલી ઊલટી કરે ત્યારે બહાર નીકળતો હોય છે. તરતા સોના તરીકે ઓળખાતા પદાર્થનો ઉપયોગ દવા, અત્તર અને પર્ફ્યૂમ બનાવવા માટે થતો હોય છે. લાંબા સમય સુધી પર્ફ્યૂમ તેમજ અત્તરની સુગંધ આ ઊલટીને કારણે જ રહેતી હોય છે. ભાગ્યે જ પદાર્થ જોવા મળતો હોઈ, એની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલોની કિંમત 1 કરોડ જેટલી થાય છે, જોકે યુરોપ, અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશોમાં છેલ્લા પાંચેક દાયકાથી એના પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જોકે આરબ દેશોમાં તેની માગ વધુ છે. જાણકારોના જણાવ્યા અનુસાર, પદાર્થ કીમતી હોઈ, કેટલાંક લોકો કેમિકલ દ્વારા બનાવટી બનાવી એને વેચતા હોય છે. 3થી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે
એમ્બરગ્રીસ તરીકે ઓળખાતી વ્હેલ માછલીની ઊલટી સામાન્ય કિસ્સામાં જોવા મળતી નથી. ભાગ્યે જ એ જોવા મળે છે. જોકે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વ્હેલ પણ સંરક્ષિત પ્રાણી હોઈ, એનો શિકાર કરી શકાય નહીં. વધુમાં એનાં હાડકાં, વાળ, કે પછી એની ઊલટીનો પણ કારોબાર કરી શકાય નહીં અર્થાત એ પ્રતિબંધિત છે. પોલીસ કે વન વિભાગ દ્વારા આવા કિસ્સામાં પકડવામાં આવે ત્યારે શિડ્યૂલ 1 અંતર્ગત ત્રણ વર્ષથી લઈ સાત વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!