
આનંદ આશ્રમ બચાવવા હિત રક્ષક સમિતિ દ્વારા અભિયાન ટ્રસ્ટડીડ વિરૂધ્ધ જમીન વેંચાણ અંગે તપાસની સૂચના છતાં તંત્ર ટ્રસ્ટીઓને છાવરતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ
જૂનાગઢ, : રાજકોટના પોશ વિસ્તારમાં બિલખા આનંદ આશ્રમની કિંમતી જમીન આવેલી હતી. ટ્રસ્ટડીડમાં આ જમીન વેંચવા પર મનાઈ હોવા છતાં આ કિંમતી જમીન પાણીના ભાવે વેંચી નખાઈ છે એવા રોષ સાથે પૂર્વ વિદ્યાર્થીઓની હિત રક્ષક સમિતિએ આનંદ આશ્રમ બચાવવા અભિયાન શરૂ કર્યું છે. તંત્ર ટ્રસ્ટીઓને છાવરી રહ્યું છે અને સરકાર કોની લાજ કાઢે છે એવો સવાલ ઉઠાવ્યો છે.
રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં વિધવા સાધિકા બહેનોએ બિલખા આનંદ આશ્રમના મહાત્માને 1500 વાર જેટલી જમીન દાનમાં આપી હતી.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/controversy-over-cheap-sale-of-anand-ashrams-valuable-land-in-rajkot-58027552207.html |
