અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસની નોંધ થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. સાવરકુંડલા તાલુકાના માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આરોગ્ય-પશુ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી
આ શંકાસ્પદ કેસની જાણ થતા જ અમરેલી આરોગ્ય વિભાગની ટીમ માનવ મંદિર પહોંચી હતી. ટીમે આશ્રમ, હોસ્ટેલ અને ગૌશાળામાં તપાસ હાથ ધરી હતી. પશુ વિભાગની ટીમો દ્વારા ગૌશાળામાંથી વિવિધ પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગૌશાળા તથા આસપાસના વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેડિકલ ઓફિસર એ.કે. સિંઘે આ શંકાસ્પદ કેસની પુષ્ટિ કરી હતી. 12 વર્ષ પહેલા બાબરામાં 8 કેસ નોંધાયા હતા
ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ પહેલા બાબરા તાલુકાના કરીયાણા ગામમાં કોંગો ફીવરના 8 જેટલા કેસ નોંધાયા હતા. તે સમયે સાવરકુંડલા, લીલીયા અને ધારીમાં પણ કોંગો ફીવરના કેસ જોવા મળ્યા હતા. વર્ષો બાદ ફરી શંકાસ્પદ કેસ સામે આવતા વિવિધ ડોકટરોની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બ્લડનું સેમ્પલ લને લેબોરેટરીમાં મોકલાયું: આરોગ્ય અધિકારી
આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર.એમ. જોષીએ જણાવ્યું કે, એક વિદ્યાર્થીને તાવ-ઉલટીના લક્ષણો હોવાથી સવારકુંડલામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. શંકાસ્પદ કોંગોના લક્ષણો લઇને ત્રીજી તારીખે બ્લડનું સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. વિદ્યાર્થીની તબિયત સારી છે. આગોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ હાલ તપાસ કરે છે. કોંગો ફીવર શેનાથી ફેલાય છે?
આ રોગ પશુઓથી ફેલાય છે, પશુઓની ચામડી પર ચોંટેલા હનીમોરલ નામના પરજીવી રોગનું વાહક છે. ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે. ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે. માલધારી અને પશુ પાલકોને આ રોગ થવની શક્યતા વધારે રહે છે. કોંગો ફીવરથી બચવાના ઉપાય
જ્યારે પણ તમને આ પ્રકારના લક્ષણો દેખાય ત્યારે તરત જ તમારા ફેમિલી ડોક્ટરનો કે અન્ય ડોક્ટરનો સંપર્ક કરવો. તરત જ તમામ તપાસ કરાવીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો તે જીવલેણ બની શકે છે. 2011માં પહેલીવાર ગુજરાતમાં આ વાયરલ જોવા મળ્યો
કોંગો વાયરસ સૌપ્રથમ વર્ષ 1944માં ક્રિમિયામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. પછી 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈરાનમાં જોવા મળ્યો. 2011માં પહેલી વાર ગુજરાતમાં આ વાયરસ જોવા મળ્યો હતો. મોટાભાગે તે પૂર્વ આફ્રિકામાં વધારે જોવા મળે છે.