પોલીસમાં બાતમી આપ્યાની શંકા રાખીને બે વ્યકિતને છરીના ઘા મારતા ઇજાગ્રસ્ત 

આણંદ: આણંદ પાસેના વિદ્યાનગરના હરિઓમ નગર વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડને નજીકમાં જ રહેતા એક શખ્સે પોલીસમાં બાતમી આપ્યાનો શંકા રાખી ગળાના ભાગે છરી મારી હતી. ત્યારબાદ હુમલો કરનાર શખ્સ ફરાર થઈ ગયો હતો અને એક એપાર્ટમેન્ટ પાસે અન્ય એક યુવક ઉપર પણ તેણે છરીથી હુમલો કરી ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. 

શહેરના હરિઓમ નગર વિસ્તારમાં રહેતા રવિભાઈ શંકરભાઈ ભાટિયા વિદ્યાનગર ખાતે આવેલા એક બંગલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે તેમના ઘરની સામે આવેલા શાંતિ દીપ સોસાયટીમાં રહેતો જીતુભાઈ હરિભાઈ મહારાજ અવારનવાર તેમના ઘર સામે બેસીને અપશબ્દો બોલતો હોવાથી તેને ના પાડતા અણબનાવ બન્યો હતો. દરમિયાન જીતુભાઈ મહારાજને શોધવા માટે અવારનવાર પોલીસ આવતી હોવાથી રવિભાઈ ભાટિયા પોલીસમાં બાતમી આપે છે તેવો શક જીતુભાઈને હતો દરમિયાન જીતુભાઈ મહારાજ રવિભાઈના ઘરે આવી પહોંચ્યો હતો અને પોલીસમાં મારી કેમ બાતમી આપે છે તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો.

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/man-attacks-security-guard-and-youth-with-knife-in-vidyanagar-86073665726.html

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!