વડોદરા,ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)અંતર્ગત વડોદરા જિલ્લામાં તારીખ ૨૮મી ઓક્ટોબરથી મતદાર યાદી સુધારણા સંબંધિત કાર્યવાહી શરૃ થઇ હતી. આજે મુસદ્દારૃપ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે વાંધાઓની સુનાવણી શરૃ થશે.
મેપિંગ પ્રક્રિયા દરમિયાન સેન્ટ્રલાઇઝ્ડ ટીમની રચના કરીને કાર્ય કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ, રાજ્ય સરકાર તથા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી સાથે સતત સંપર્કમાં રહીને જરૃરી આયોજનનો અમલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ૯ હજાર જેટલા કર્મચારી અને અધિકારીઓ જોડાયા હતા.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/out-of-26-89-117-voters-in-vadodara-5-03-912-voters-were-shortlisted-60652648255.html |
