મહેસાણા જિલ્લાના માનસિક દિવ્યાંગનો તેમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા શુભ આશયથી માન સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા આ બાળકોને એથ્લેટિક્સની વિવિધ રમતો 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 25 મીટર, 50 મીટર, સોફ્ટ બોલ થો, ગોળાફેક જેવી વિવિધ રમતો ડોક્ટર બી. આર. આંબેડકર મહેસાણા ખાતે યોજાઇ

જેમાં ગુજરાત રાજ્યના માનનીય રા.ક. મંત્રીશ્રી અને મહેસાણાના પ્રભારી શ્રી પ્રવીણભાઈ માળી, મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, મહેસાણા માનનીય કલેકટર શ્રી એસ. કે. પ્રજાપતિ, ડીડીઓ શ્રી ડોક્ટર હસરત જાસ્મીન , શહેર પ્રમુખ કિરણસિંહ રાણા તેમજ ongc ના એસેટના એચ. આર. મેનેજર શ્રી ડો. રાવ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન કર્યું હતું. સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને એડીએલ કીટ અને ટીશર્ટ તથા કેપ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
