સુરતના જીલાની બ્રિજ નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં 20 ડિસેમ્બરની રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાકડાનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મળેવ્યો હતો. જોકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. લાકડાના ત્રણ ગોડાઉન ભીષણ આગ
મળતી માહિતી અનુસાર સુરતના વેડરોડ દરવાજા પાસે એક સાથે લાકડાના ત્રણ ગોડાઉન ભીષણ આગની ચપેટમાં આવી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટ દૂર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને પોલસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગમાં કોઈ જાનહાનિ નહીં
ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ મોટી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ લાકડાના ત્રણેય ગોડાઉનમાં રાખેલો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેથી મોટા પાયે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ નુકસાનનો ચોક્કસ આંકડો જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!