કાકોશી પોલીસ સ્ટેશન જી-પાટણ ખાતેના ગુ.૨.નં-૧૧૨૧૭૦૧૪૨૪૦૨૨૬/૨૦૨૪ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન) તથા પોકસો એકટની કલમ-૪,૬ મુજબનો ગુન્હો તા-૩૦/૦૪/૨૦૨૪ ના રોજ જાહેર થયેલ. સદરહુ ગુન્હો તા-૩૦/૦૪/૨૦૨૪ ના સવાર કલાક-૦૭/૪૫ થી કલાક-૦૮/૦૦ વાગ્યાના સમયે ડીંડરોલ ગામે બનવા પામેલ હતો અને ત્યારબાદ આ બનાવ અનુસંધાને ફરીયાદીની ફરીયાદ ઉપરથી કાકોશી પો.સ્ટે.માં ઉપરોક્ત ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
આ કામના ફરીયાદીની દિકરી ભોગ બનનાર સગીરવયની ઉ.વ-૧૬ વર્ષ ૦૬ માસ ૨૭ દિવસ વાળીને આરોપી ઠાકોર સુરેશજી ભેમાજી ઉ.વ-૩૫ રહે- ડીડરોલ તા-સિધ્ધપુર જી-પાટણ વાળો ભગાડી ને અલગ અલગ જગ્યાએ લઈ જઈ રાધનપુર જી.આઈ.ડી.સી માં એક મકાન રાખી ત્યાં અવાર-નવાર દુષ્કર્મ આચરેલ હોય ત્યાંથી આરોપીને શોધી લાવી ધરપકડ કરવામાં આવેલ હતી અને આરોપી વિરુધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતુ
આ કામનો આરોપી પરણીત હોઈ અને બે સંતાનોનો પિતા હોય જે ભોગ બનનાર ની બાજુમાં રહેતો હોઈ અને ફરીયાદીની દિકરી સાથે પરીચય કેળવી લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયેલ હોઈ અને જેની ટેકનીકલ સોર્શ થી માહિતી મેળવી આરોપીને પકડી પાડવામાં આવેલ હતો અને ભોગ બનનાર ને આરોપીની ચુંગાલમાંથી છોડાવવામાં આવેલ હતી.
આરોપીની વિગતઃ
(૧) ઠાકોર સુરેશજી ભેમાજી રહે- ડીડરોલ દાદાભાનો વાસ તા-સિધ્ધપુર જી-પાટણ
તપાસ કરનાર ટીમ:-
પો.અધિ.સા શ્રી પાટણ નાઓના માર્ગદર્શન તેમજ ના.પો.અધિ.સા.શ્રી સિધ્ધપુર નાઓના સુપરવીઝન હેઠળ આ ગુનાની તપાસ સકર્લ પો.ઈન્સ પાટણ કે.જે ભોય તથા પો.ઈન્સ શ્રી એન.એ.શાહ તથા પો.સ.ઈ એસ.બી સોલકી ના માર્ગરર્શન હેઠળ કરવામાં આવેલ અને તપાસ કરનાર અધિકારી શ્રી ના રાયટર અ.હેડ.કો કમલેશકુમાર કાન્તીલાલ તથા અ.હેડ.કો સાહરભાઈ રેવાભાઈ તથા અ.પો.કોન્સ કલ્પેશભાઈ રુપાભાઈ તથા અ.હેડ.કો રોહિતસિંહ વિજયસિંહ તથા અ.હેડ.કો પ્રવિણસિંહ વલસિંહ મુખ્ય મદદમાં રહેલ આ તપાસમાં સરકારી પંચો રાખી અન્ય મહત્વના સાહેદોના નિવેદનો નોંધી મહત્વના પુરાવા એકઠા કરી નામદાર પાટણ પોકસો કોર્ટ ખાતે આરોપી વિરુધ્ધ પો.ઈન્સ શ્રી એન.એ શાહ નાઓ દ્વારા ચાર્જશીટ કરતા સ્પેશ્યલ પોકસો કોર્ટમાં પોકસો કેશ નંબર-૩૨/૨૦૨૪ પડેલ હતા.
આ કેશ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ શ્રી જે.જે બારોટ દ્વારા કેશ ચલાવી સરકાર પક્ષે મહત્વના પુરાવાઓ તપાસી ધારદાર દલીલો કરતા આરોપીને સ્પેશયલ જજ પોકસો પાટણ સાહેબની કોર્ટમાં ચાલી જતાં તા-૧૧/૧૨/૨૦૨૫ ના રોજ સખત ૨૦ વર્ષની કેદ અને ભોગ બનનારને રૂ- ચાર લાખનુ વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
