માણાવદરના ભાજપના MLAના નિવેદનથી વિવાદ : ખોખરડાના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી બફાટ કર્યો : સોશ્યલ મીડિયામાં ઝાટકણી : ખુદ ભાજપમાં જ અંદરોઅંદર ટીખળ શરૂ 

જૂનાગઢ, : વંથલી તાલુકાના ખોખરડા ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં માણાવદર ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગામડા અને શહેરના મુદ્દે ટીકા-ટિપ્પણી કરતા વિવાદ છેડાયો છે. ધારાસભ્યએ મંચ પરથી નિવેદન કર્યું કે, ‘સિટીમાં ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો’ય નથી’ તેવું કહેતા ખુદ ભાજપમાં જ અંદરોઅંદર આ મુદ્દે ટીખળ શરૂ થઈ ગઈ છે.

માણાવદરના ધારાસભ્ય સામે થોડા દિવસ પહેલા મેંદરડા પંથકના અનેક ખેડૂતોએ ફોન નહીં ઉપાડવા સહિતના મુદ્દે રોષ ઠાલવ્યો હતો. હવે ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરીવાર તેમના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે.

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/i-have-a-vision-for-the-development-of-villages-i-dont-see-the-development-of-cities-ladani-24624498190

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!