તમે અત્યારસુધી કાચ અને સિમેન્ટના મોલ જોયા હશે, પણ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં જે આકાર પામી રહ્યું છે એ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. આ કોઈ સામાન્ય શોપિંગ સેન્ટર નથી, પણ પૃથ્વી પરનું એવું ‘સ્વર્ગ’ છે, જ્યાં શોપિંગ કરવા નહીં, પણ શ્વાસ લેવા માટે પડાપડી થશે. સુરતમાં પહેલીવાર ‘ગાર્ડન ઇન મોલ’ નહીં, પણ ‘મોલ ઇન ગાર્ડન’નો એવો કન્સેપ્ટ આવ્યો છે, જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. જાપાનનાં ફૂલો અને સુરતનું એન્જિનિયરિંગ
આ પ્રોજેક્ટની સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં 4 લાખથી વધુ છોડ લગાવવામાં આવ્યા છે. આ આંકડો સાંભળીને જ લાગે કે જાણે આખું જંગલ મોલની અંદર સમાવી લેવાયું હોય! એટલું જ નહીં, અહીં જોવા મળતી ‘વેલી ઓફ ફ્લાવર્સ’ માટે ખાસ જાપાનથી રંગબેરંગી ફૂલોના છોડ મગાવવામાં આવ્યા છે. જ્યારે તમે મોલમાં પ્રવેશશો ત્યારે તમને એવો અહેસાસ થશે કે તમે સુરતની ગરમીમાં નહીં, પણ કાશ્મીરની કોઈ ઠંડી વાદીમાં ઊભા છો. હાઇ-ટેક મશીનોથી ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ
આ 6 માળના શોપિંગ પેલેસમાં માત્ર દુકાનો જ નથી. અહીં પગથિયાં આકારના સ્ટેપ ગાર્ડન છે, જ્યાં 20 અલગ-અલગ કલરનાં ફૂલો ખીલશે. ઇન્ડોર પ્લાન્ટ્સ માટે ખાસ ટ્રોપિકલ ગાર્ડન તૈયાર કરાયું છે, જેમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ કરવા માટે હાઈ-ટેક મશીનો લગાવાયાં છે, જેથી વિદેશી ફૂલોને પણ ઘર જેવો અનુભવ થાય. અરે, નવાઈની વાત તો એ છે કે જે બેઝમેન્ટમાં લોકો ગાડી પાર્ક કરીને ઉતાવળે બહાર નીકળી જતા હોય છે ત્યાં પણ નેચરલ પ્લાન્ટ્સનું કલેક્શન રાખીને એને જોવાલાયક બનાવવામાં આવ્યું છે. શહેરની નવી ઓળખ બનશે આ પ્રોજેક્ટ
4 માળમાં શોપિંગ અને 2 માળમાં ફૂડ-મનોરંજનની સુવિધા તો છે જ, પણ અહીં આવનારી દરેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર તો આ 6 પ્રકારના અનોખા ગાર્ડન જ રહેશે. ઓર્કિડ ગાર્ડનથી લઈને ટેરેસ ગાર્ડન સુધી દરેક જગ્યાએ તમને શુદ્ધ હવા અને કુદરતી સુગંધનો અનુભવ થશે. કોંક્રીટના જંગલ બની ગયેલાં શહેરોમાં આ મોલ એક ‘ગ્રીન આઇલેન્ડ’ સમાન છે. ‘આશીર્વાદ હાઇ સ્ટ્રીટ’માં કાશ્મીરની અનુભૂતિ થશે
સુરતના ઇતિહાસમાં આ એક એવો પ્રોજેક્ટ છે, જે આવનારા સમયમાં શહેરની નવી ઓળખ બનશે. હવે સુરતીઓએ વીકેન્ડમાં ફરવા જવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, કારણ કે ‘આશીર્વાદ હાઈ સ્ટ્રીટ’માં જ આખું કાશ્મીર ઊતરી આવ્યું છે. આ ગાર્ડનની અંદર બનેલો મોલ છેઃ મહેન્દ્ર રાઠી
મોલના સંચાલક મહેન્દ્ર રાઠીએ જણાવ્યું હતું કે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ભટાર, ઘોડદોડ રોડ અને વેસુ જેવાં મુખ્ય કેન્દ્રોની વચ્ચે ‘આશીર્વાદ હાઇ સ્ટ્રીટ’ નામનો એક અનોખો શોપિંગ મોલ આકાર પામી રહ્યો છે. આ પ્રોજેક્ટ એના વિશિષ્ટ ‘મોલ ઇન ગાર્ડન’ કન્સેપ્ટને કારણે જાણીતો બન્યો છે, કારણ કે અત્યારસુધી લોકોએ મોલની અંદર બગીચો જોયો હશે, પરંતુ આ ગાર્ડનની અંદર બનેલો મોલ છે. ‘4 લાખથી વધુ છોડની દેખભાળ માટે 100 માળી’
પ્રકૃતિપ્રેમી એમ.ડી. ગોપાલભાઈના વિઝનથી તૈયાર થયેલા આ મોલમાં કુલ 4 લાખથી વધુ છોડ લગાવવામાં આવ્યા છે. આ ગ્રીન બિલ્ડિંગની જાળવણી માટે 200 લોકોની ટીમ છેલ્લાં 6 વર્ષથી મહેનત કરી રહી છે, જેમાં 100 માળી, 50 સિક્યોરિટી અને 50 હાઉસકીપિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. પર્યાવરણ માટેની પણ એક એળખ
આશ્ચર્યની વાત એ છે કે અહીં પાર્કિંગ અને બેઝમેન્ટ જેવા વિસ્તારોમાં પણ કુદરતી છોડનું વિશાળ કલેક્શન રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ સુરતની એક નવી પર્યાવરણલક્ષી ઓળખ બની રહેશે.