તારીખ 6-1- 2026 ને મંગળવારે રાત્રે 8 વાગે વિસનગર તાલુકાના ખંડોસણ ગામે શ્રી પંચદેવ કુટિર આશ્રમ ખાતે શ્રી વિરમજી ભગત, અન્ય સાધુ સંતો, ભક્તો-સેવકો અને મોટી સંખ્યામાં ગામજનો એ શ્રી રામદેવપીર મહારાજનું આખ્યાન અને દર્શનનો દિવ્ય લાભ લીધો.

શ્રી પંચદેવ કુટિર આશ્રમ, ખંડોસણ ખાતે શ્રી વિરમજી ભગત દ્વારા અવારનવાર અનેક ધાર્મિક અને સેવાકીય આયોજનો થતા હોય છે.
આ કાર્યક્રમમાં ઠાકોર રમેશજી, ઠાકોર મથુરજી, ઠાકોર મુકેશજી, ઠાકોર દશરથજી, ડિ કે. ઠાકોર, વિષ્ણુભાઈ પ્રજાપતિ તથા અન્ય નામી-અનામી ભક્તો સૌ સાથે મળી પોતાની પાત્ર ભજવવાની કલાનો લાભ આપી શ્રી રામાપીર મહારાજના આખ્યાનનો લાભ આપે છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
