શિયાળાની સખ્ત ઠંડીમાં પણ રખડતા કુતરાઓને પ્રોસ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે સ્વ. ગોપાળભાઈ શિવરામદાસ પટેલ અને રમીલાબેન ગોપાળભાઈ પટેલ (સાવદરા) ખારો કૂવો, સુંસરીયા વાસ પાસે, ઐઠોરની તેમની કાયમી પુણ્ય સ્મુતિ જીવંત રાખવાના હેતુસર તેમની દીકરી જીનલબેન અને જમાઈ નીરવકુમાર (હાલ નડિયાદ) તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ઉમદા જીવદયાના કાર્ય રૂપે તારીખ 8-1-26 ને ગુરુવારે સવારે ઐઠોર ગામ અને આસપાસના ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓ માટે સહયોગ ગ્રુપના સહકાર થી જીવદયા પ્રેમીઓ દ્વારા લાડવા વિતરણ કરવામાં આવ્યું.

ભગવાન પશુપતિ નાથ, ભૈરવ દાદા અને શનિદેવ મહારાજના પ્રિય આ શ્વાન સ્વરૂપની તેમની આ અનમોલ સેવાઓ ચારેય બાજુ પ્રશંસા પામી છે.
આ સિવાય પણ વર્ષોથી તેઓ અનેક પ્રકારની લોકહિતની સેવાઓ સાથે સંકળાયેલ છે.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ
Mo -987 986 1970
