ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા પાલનપુર ખાતે યોજાયેલ ગુજરાત સારસ્વત સન્માન-2026 કાર્યક્રમમાં કડીનાં નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાનાં આચાર્ય ખોડાભાઈ બળદેવભાઈ પટેલ ‘ધર્મેશ’ ને ઉચ્ચતમ શિક્ષણ સેવાઓ, પર્યાવરણ સેવા, માનવ સેવા, જીવદયા સેવા, સ્ત્રી સશક્તિકરણ સેવા તથા રાષ્ટ્ર સેવા બદલ સારસ્વત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, ગુજરાત રાજ્યના શિક્ષણવિદ ગજેન્દ્રકુમાર જોષી, ધ સ્કૂલ ઓફ ડાયરેક્ટર કે.પી.જોષી, નોલેજ વેલી ફાઉન્ડેશનના ફાઉન્ડર અપૂર્વભાઈ ગુર્જર, ગુજરાત સાંસ્કૃતિક શૈક્ષણિક મંચના તખુભાઈ સાંડસુર તથા અન્ય શિક્ષણ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ ગૌરવ વધારવા બદલ શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ, ડી.રાજા વિધા સંકુલ પરિવારે સારસ્વત ખોડાભાઈની સિધ્ધિઓને બિરદાવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
